ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર
ઉત્તર ઝોનના જિલ્લા અને મહાનગરોમાં નવા પદાધિકારીઓની નિમણૂંક

ગાંધીનગર,
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉત્તર ઝોનના વિવિધ જિલ્લા, મહાનગર, મોરચા તેમજ મંડલ અને વોર્ડ પ્રમુખોની નવી સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વના નામોની જાહેરાત કરી છે.પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ અને કર્ણાવતી મહાનગરમાં જવાબદારીઓની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે:
મુખ્ય જિલ્લાવાર નિમણૂંકોની વિગત:
અરવલ્લી જિલ્લો :
શ્રી વરૂણભાઈ સુધીરભાઈ પટેલ અને શ્રી જમનાબેન મણીલાલ ખરાડીની જિલ્લા મંત્રીશ્રી તરીકે, જ્યારે શ્રી રમેશ પ્રભુદાસ પટેલની જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
પાટણ જિલ્લો :
જિલ્લા ઉપપ્રમુખ તરીકે શ્રી અલ્કાબેન પ્રજાપતિ અને શ્રી રમીલાબેન ઠાકોરની વરણી કરાઈ છે. આ ઉપરાંત ચેતનાબેન રાજપૂતને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અને નરેશભાઈ પરમારને જિલ્લા અનુસૂચિત જાતિ (અનુ.જાતિ) મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શ્રી કરણ અંબારામ નાયીને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપાઈ છે.
મહેસાણા જિલ્લો :
શ્રી વિષ્ણુભાઈ ચૌધરીને જિલ્લા ઉપપ્રમુખ, શ્રી કમલ હિતેશભાઈ પટેલને જિલ્લા મહામંત્રી અને શ્રી ગણપતભાઈ પટેલને જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી મળી છે.
સાબરકાંઠા જિલ્લો :
શ્રી સોનલબેન ભટ્ટ અને શ્રી કૃષ્ણલાલ પંચાલની જિલ્લા મંત્રી તરીકે, શ્રી કાંતિજી ઠાકોરની જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને શ્રી રાકેશભાઈ ચૌધરીની જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક થઈ છે.
અમદાવાદ જિલ્લો :
શ્રી અમૃતાબેન પટેલ અને શ્રી ઘનશ્યામભાઈ ઠાકોરને જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લો :
શ્રી બબીબેન ચૌધરીને જિલ્લા મંત્રી અને શ્રી અવનીબેન આલને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે.
કચ્છ જિલ્લો :
ભચાઉ તાલુકા પ્રમુખ તરીકે શ્રી નારાણભાઈ ઢીલા અને ગાંધીધામ શહેર પ્રમુખ તરીકે શ્રી કલ્પેશભાઈ પટેલની વરણી કરાઈ છે.
કર્ણાવતી (અમદાવાદ) મહાનગરમાં મહત્વના ફેરફાર :
કર્ણાવતી મહાનગરમાં સંગઠન માળખાને વેગ આપવા માટે વોર્ડ સ્તરે પણ પ્રમુખો બદલાયા છે:
મહાનગર હોદ્દેદારો:
શ્રી જીગ્નેશભાઈ પટેલ અને શ્રી રંજનબેન માસીયાવને મહાનગર ઉપપ્રમુખ તેમજ શ્રી ઉમંગ નાયકને મહાનગર મહામંત્રી બનાવવામાં આવ્યા છે. શ્રી ધવલભાઈ રાવલને મહાનગર કિસાન મોરચાના પ્રમુખ અને શ્રી યોગીનીબેન પ્રજાપતિને મહાનગર મહિલા મોરચાના મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે.
વોર્ડ પ્રમુખો :
નવા વાડજ વોર્ડમાં શ્રી હિરેનભાઈ રાઘવાની, જોધપુર વોર્ડમાં શ્રી સૌરભભાઈ પટેલ, નવરંગપુરા વોર્ડમાં શ્રી કેવિનભાઈ પરીખ, શાહપુર વોર્ડમાં શ્રી હિતેશભાઈ દંતાણી અને દરિયાપુર વોર્ડમાં શ્રી ગૌરાંગભાઈ મહિડા સહિત અન્ય અગ્રણીઓને વોર્ડ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ યાદીની નકલ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીઓ સર્વશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંબંધિત જિલ્લા/મહાનગરના પ્રમુખ અને પ્રભારીઓને જાણ અર્થે રવાના કરવામાં આવી છે. આ નવી નિમણૂંકોથી આગામી સમયમાં ભાજપ સંગઠનની કામગીરી વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.



