ગણપતિ વિસર્જનમાં સેવા માટે ખડેપગે ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’
ઉત્રાણ પોલીસ સાથે રહી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમે સંભાળી વ્યવસ્થા અને સુરક્ષામાં સહયોગ

સુરત,
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગણપતિ વિસર્જનને લઈને શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં અવરજવર વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ ખડેપગે સેવા આપી રહી છે.
આ દરમિયાન પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશનની ટીમે ઉત્રાણ પોલીસ સાથે રહીને ગણપતિ વિસર્જન દરમિયાન જરૂરી બંદોબસ્ત, વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપવામાં સહયોગ આપ્યો હતો.

ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વિસર્જન માટે આવતા શ્રદ્ધાળુઓને જરૂરી માર્ગદર્શન આપવા તેમજ વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવામાં આવ્યો હતો.
પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા વહેલી સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી સેવા કાર્ય માટે કાર્યકરોને તૈનાત રાખવામાં આવ્યા હતા.
વરસાદ, પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય કે અન્ય આપત્તિના સમયે લોકોની મદદ માટે આગળ આવવાની પોતાની સેવાભાવનાની પરંપરાને આગળ ધપાવતા ફાઉન્ડેશનના કાર્યકરો ગણપતિ વિસર્જન દરમિયાન પણ સેવા કાર્યમાં જોડાયા હતા.પોલીસ અને પ્રજાની વચ્ચે સહયોગનો સેતુ બની પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમે ગણપતિ વિસર્જન દરમિયાન નિષ્ઠાપૂર્વક સેવા આપી.

ગુજરાત ભાસ્કર તરફથી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સેવાભાવી કાર્યકરો અને શ્રી જયદીપ રાઠોડને સેવા ભાવનાને સલામ.



