Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો

By gujaratbhaskar

ભાટ ગામના ભાજપ અગ્રણીઓ દ્વારા ગાંધીનગર મનપાના નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામના પાઠવી

વોર્ડ નંબર 11ના કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મનપાના નવા પદાધિકારીઓને યશસ્વી કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકાના શાસનની ધુરા સંભાળનારા નવા પદાધિકારીઓની નિમણૂક બાદ પદભાર ગ્રહણ સમારોહમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામના ભારતીય જનતા પાર્ટી (ભાટ સંગઠન) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને સામૂહિક સન્માન તેમજ શુભકામના પાઠવવામાં આવી હતી.

આ વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રી રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજનાબેન મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્ર પટેલ (દાસ), ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતા શ્રી જશપાલસિંહ બિહોલા તેમજ દંડક શ્રીમતી સેજલબેન પરમારનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાટ ગામના ગ્રામજનો અને ભાજપ પરિવાર દ્વારા આ તમામ પદાધિકારીઓને શુભેચ્છાઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાટ ગામના વતની અને ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા તમામ નવા પદાધિકારીઓને આવકારીને તેમની નવી જવાબદારીઓ, યશસ્વી રાજકીય કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી ટીમ ગાંધીનગર શહેર અને મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના નવા આયામો સર કરશે.

આ પદભાર ગ્રહણ સમારોહમાં ભાટ ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો, વિવિધ જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, વડીલો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ અગ્રણીઓએ પદાધિકારીઓને આવકારીને બિરદાવ્યા હતા અને જનપ્રતિનિધિ તરીકેની તેમની નવી સફર માટે શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.

Views: 13

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 4 0
Users Today : 0
Users Last 7 days : 198
Users This Month : 260
Users This Year : 2339
Total Users : 2340
Views Today :
Views This Year : 4205
Total views : 4206
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web