Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    by gujaratbhaskar
    June 17, 2026
  • કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
    by gujaratbhaskar
    June 17, 2026
  • દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
    by gujaratbhaskar
    June 17, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી

By gujaratbhaskar
June 17, 2026 2 Min Read
0

રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ગુજરાતે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક અભિગમ અપનાવ્યો છે

ગાંધીનગર, : નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવા તથા સરકારની નીતિ અનુસાર ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

રાજ્યના પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના વેપારીઓ અને પેડલરો પર સતત નજર રાખી, ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહી અને કડક અમલવારી દ્વારા ધોંસ બોલાવવા માટે જણાવ્યુ હતું. જેથી ડ્રગ્સના નેટવર્કને તોડી શકાય અને નશીલા પદાર્થોના ફેલાવાને અટકાવી શકાય.

એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય હેઠળ હવે NDPS ગુનાઓ શોધવાની અને નોંધવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી મર્યાદિત રહેશે નહીં. પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની અંદર ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવા, પકડવા અને નોંધવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે ડ્રગ્સ વિરોધી કામગીરીને સ્થાનિક સ્તરે પોલીસિંગની મુખ્ય જવાબદારી બનાવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે જો કોઈ બાહ્ય એજન્સી દ્વારા કોઈ પોલીસ સ્ટેશનની હદમાં NDPS ગુનો નોંધાશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.

અમલવારી દરમિયાન પકડાયેલા ડ્રગ્સના વ્યસનીઓની પણ વિસ્તૃત પૂછપરછ કરવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે, જેથી સપ્લાય ચેઇન સુધી પહોંચી શકાય, સપ્લાયરોની ઓળખ કરી શકાય અને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. નશીલા પદાર્થોના વેચાણ, વિતરણ અને હેરફેર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ કાઉન્સેલિંગ અને પુનર્વસન માટે સહાય કરશે

કાયદાકીય કાર્યવાહી સાથે સાથે ગુજરાત પોલીસ નશાની લતથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપશે, જેથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમલવારી અને પુનર્વસન – બંને પાસાઓને સમાન મહત્વ મળી રહે.

સક્રિય અને અસરકારક કામગીરીને પ્રોત્સાહન આપવા માટે NDPS કેસોની સફળ શોધખોળ અને તપાસ કરનારા પોલીસ કર્મચારીઓને યોગ્ય ઇનામો અને સન્માન આપવામાં આવશે.


Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ

Next

ગુજરાતમાં યોગ ક્રાંતિ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

Our Visitor

000525
Users Today : 14
Users Last 7 days : 524
Users Last 30 days : 524
Users This Month : 524
Users This Year : 524
Total Users : 525
Views This Year : 1265
Total views : 1266
Who's Online : 1
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web