Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में
    by gujaratbhaskar
    September 28, 2026
  • વાવોલની એમ. બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત યોગ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ
    by gujaratbhaskar
    September 27, 2026
  • ગણપતિ વિસર્જનમાં સેવા માટે ખડેપગે ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’
    by gujaratbhaskar
    September 27, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગાંધીનગર મનપાના નિર્ણયોથી કોને ફાયદો..!!!

By gujaratbhaskar
2 Min Read

ગાંધીનગરમાં બિલ્ડરો ગેલમાં ! ૪-૪ TP સ્કીમોની ફેર દરખાસ્તો મંજૂર

જનતાના પ્રશ્નો પર ‘મૌન’, બિલ્ડરોના કામો પર ‘મહોર’ ???

મેયરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુડાસણ, રાંદેસણ, કોબા અને અમીયાપુર સહિતની TP સ્કીમોની ફેર દરખાસ્તો બહાલ : RMC પ્લાન્ટ માટેની નવી SOP મંજૂર

ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે સાંજે ૦૪:૩૦ કલાકે સેકટર-૧૭ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના ચોથા માળે આવેલા સભાખંડમાં માનનીય મેયરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરશ્રી તરફથી રજૂ કરાયેલી વિવિધ જનહિતલક્ષી ભલામણો અને દરખાસ્તો પર વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ, શહેરના વિકાસને વેગ આપતા કુલ 7 જેટલા મહત્વના વિષયોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાના પ્રોસીડીંગ્સને બહાલી આપીને વહીવટી કામગીરી આગળ ધપાવવામાં આવી હતી.

• ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર એક ઔપચારિકતા સાબિત થઈ છે. વિકાસના નામે લેવાયેલા નિર્ણયોમાં સામાન્ય જનતાની હાલાકી દૂર કરવાને બદલે શાસકો, દ્વારા કોને સીધો ફાયદો કરાવવામાં આવ્યો…

• શહેરમાં બિસ્માર રસ્તા, પાણીની અછત અને સફાઈના પ્રશ્નો જૈસે થે વૈસે જ છે, ત્યારે કોના ઈશારે અને કોને રાજી કરવા માટે કરાયા આવા નિર્ણયો. સભામાં પ્રજાના પાયાના પ્રશ્નોને હાંસિયામાં ધકેલીને માત્ર કોને ફાયદો કરાવા ઠરાવોને મંજૂરી આપવામાં આવી ગાંધીનગરની જનતા સૌ જાણી અને સમજી રહી છે.

TP સ્કીમોની ફેર દરખાસ્તોને લીલીઝંડી

શહેરના સંતુલિત વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે સામાન્ય સભામાં ટાઉન પ્લાનિંગ ક્ષેત્રે કેટલાય મોટા નિર્ણયો લેવાયા હતા, જેમાં મુખ્યત્વે:

  • TP નં. ૦૫ (કુડાસણ-રાંદેસણ-ધોળાકુવા-ઇન્દ્રોડા): નગર રચના અધિકારીશ્રીની તા. ૩૧/૦૫/૨૦૨૬ની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતાં પહેલાની ફેર દરખાસ્તને ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિની મંજૂરી બાદ સામાન્ય સભાએ પણ બહાલી આપી છે.
  • TP નં. ૦૩ (કુડાસણ-કોબા): આ યોજના અંતર્ગત તા. ૧૪/૦૮/૨૦૨૫ ના રોજ પ્રારંભિક નિર્ણયો જાહેર કરતાં પહેલાની ફેર દરખાસ્ત અંગે કમિશનરશ્રીની ભલામણને મંજૂરીની મહોર મારવામાં આવી છે.
  • TP નં. ૨૨ (કુડાસણ-રાંદેસણ) અને TP નં. ૪૧૦ (અમીયાપુર-ઝુંડાલ-સુઘડ) : અનુક્રમે તા. ૧૩/૦૩/૨૦૨૬ અને તા. ૧૦/૧૨/૨૦૨૫ વાળી ફેર દરખાસ્તોને પણ ટાઉન પ્લાનિંગ સમિતિના ઠરાવો અન્વયે સ્વીકારી લેવામાં આવી છે.

RMC પ્લાન્ટ માટે નવી SOP અને રમતગમત ખર્ચને બહાલી

આંતરમાળખાકીય વિકાસની સાથે નીતિ વિષયક ક્ષેત્રે પણ કોર્પોરેશન દ્વારા બે મહત્વના નિર્ણયો લેવાયા છે:

૧. બાંધકામ ગુણવત્તા માટે નવી SOP:
શહેરમાં થતા બાંધકામોની ગુણવત્તા સુધરે અને આધુનિકીકરણ થાય તે હેતુથી રેડી-મિક્સ ક્રોંક્રિટ (RMC) પ્લાન્ટ માટેના ક્રોંક્રિટ બેચિંગ પ્લાન્ટના સ્થાપન (Erection) તથા વપરાશ માટે જરૂરી લાયસન્સ આપવાની ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) ને સભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

૨. ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચની ચૂકવણી:
આઈ.આઈ.ટી, પાલજ ખાતે યોજાયેલ ‘ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે-નાઇટ ટુર્નામેન્ટ’ અંતર્ગત થયેલ રૂ. ૨,૮૩,૨૦૦/- નું ચૂકવણું અભય ડેકોરેટર્સને કરવા તેમજ તે મુજબની રકમનો ગ્રાન્ટમાં વધારો કરવાની સ્થાયી સમિતિની દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરાઈ છે.

મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ તમામ નિર્ણયો આગામી સમયમાં પાટનગરના નાગરિકોની સુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી અને વહીવટી સરળતા વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવાયું છે.

Post Views: 52

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

IIT Gandhinagar 15th Convocation

Next

ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 4 2 7
Users Today : 4
Users Last 7 days : 131
Users This Month : 300
Users This Year : 1426
Total Users : 1427
Views Today : 10
Views This Year : 2881
Total views : 2882
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web