RAR ફાઉન્ડેશનના સ્થાપના દિને ગાંધીનગરમાં ‘હરિયાળી ઉજવણી’: કડી સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું
સંસ્થાના સ્થાપક શ્રી રાજદીપસિંહ જાડેજા (રીબડા) ના ‘વૃક્ષસેતુ અભિયાન’ ને સાકાર કરવા વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવ્યા

ગાંધીનગર: પર્યાવરણ અને સમાજ સેવાના ઉમદા હેતુથી કાર્યરત RAR ફાઉન્ડેશનના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર ટીમ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ‘હરિયાળી ઉજવણી’ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગરની કડી સ્કૂલ ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, RAR ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય શ્રી રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) દ્વારા પર્યાવરણના જતન માટે ‘વૃક્ષસેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને સાકાર સ્વરૂપ આપવાના અને લોકોમાં પ્રકૃતિ પ્રેમ જગાડવાના આશયથી RAR ફાઉન્ડેશન-ગાંધીનગર શહેરની ટીમ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સરાહનીય કાર્યક્રમમાં RAR ફાઉન્ડેશન ગાંધીનગર શહેરના ઇન્ચાર્જ શ્રી શ્રીકેતભાઈ ત્રિવેદી, સહ ઇન્ચાર્જ શ્રી વિપુલસિંહ ચાવડા અને શ્રી નિયમભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કડી સ્કૂલના આચાર્ય શ્રી એમ.બી. તરજિયા સાહેબની આગેવાનીમાં શાળાનો સમગ્ર શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાના હસ્તે વૃક્ષો વાવીને તેના જતન માટેનો સંકલ્પ લીધો હતો. RAR ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ ‘હરિયાળી ઉજવણી’ થકી સમાજને પર્યાવરણ સુરક્ષાનો એક સુંદર સંદેશ પૂરો પાડવામાં આવ્યો છે.



