Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में
    by gujaratbhaskar
    September 28, 2026
  • વાવોલની એમ. બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત યોગ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ
    by gujaratbhaskar
    September 27, 2026
  • ગણપતિ વિસર્જનમાં સેવા માટે ખડેપગે ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’
    by gujaratbhaskar
    September 27, 2026
  • વોર્ડ નંબર 7 માં રીપીટ થીયરી ના ગણિત સામે વિપક્ષની અગ્નિપરીક્ષા
    by gujaratbhaskar
    September 26, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

સુરત મનપા ટીમે ૧૪૧૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

By gujaratbhaskar
2 Min Read

સુરત મનપાની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવમાં ૨૮૦ એકમોનું ચેકિંગ

સુરત,

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટ તથા ઢાબાઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન માટે છેલ્લા ત્રણ દિવસથી સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીની સૂચનાથી ફૂડ સેફ્ટી અધિકારીઓ અને ઝોનના સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.

આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને ૭૧ ઢાબા સહિત ૨૮૦ એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કિચનની સ્વચ્છતા, વાસી અથવા એક્સપાયરી ડેટવાળા ખાદ્યપદાર્થોનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, પાણીની શુદ્ધતા, કચરાના નિકાલ, ડસ્ટબીન, ડીપ ફ્રિજ અને અનાજના સ્ટોરેજ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી કુલ ૧૪૧૩.૮ કિલો અસાત્વિક અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ૧૩ ફોર્મલ અને ૨૯ ઇન-ફોર્મલ નમૂના લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

નિયમભંગ અને ગંદકી સામે પણ મનપાએ કડક કાર્યવાહી કરી હતી. કુલ ૧૫૪ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર ક્ષતિઓ જોવા મળતાં ૧૪ હોટેલ-રેસ્ટોરન્ટ અને અન્ય એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમભંગ બદલ કુલ રૂ. ૪.૬૯ લાખથી વધુનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઝોનવાર કામગીરીમાં સાઉથ ઝોન-એમાં સૌથી વધુ ૭૮૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નોર્થ ઝોનમાં ગંભીર ક્ષતિ બદલ ૮ એકમો બંધ કરાવવામાં આવ્યા હતા. જ્યારે સેન્ટ્રલ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ અને સાઉથ-વેસ્ટ સહિતના વિવિધ ઝોનમાં પણ મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

મનપા આરોગ્ય વિભાગે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરી છે. નાગરિકોને પણ બહાર જમતી વખતે હોટેલ-રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. શંકાસ્પદ રંગ, વાસ અથવા ચીકાશ ધરાવતા ખાદ્યપદાર્થોનું સેવન ટાળવા તેમજ કોઈપણ સ્થળે અસ્વચ્છતા કે નિયમભંગ જોવા મળે તો મનપાના ફૂડ વિભાગને જાણ કરવા અપીલ કરાઈ છે.

Post Views: 26

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

જીપીસીબીની કામગીરી પર સવાલો

Next

કેન્દ્ર સરકારની જેમ વયમર્યાદાના બંધન વિના ગુજરાતમાં પણ લાભ આપવા નિવૃત્ત કર્મચારી મંડળની માંગણી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में
    by gujaratbhaskar
    September 28, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 4 1 2
Users Today : 1
Users Last 7 days : 118
Users This Month : 285
Users This Year : 1411
Total Users : 1412
Views Today : 1
Views This Year : 2834
Total views : 2835
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web