વેસુ પોલીસની સમયસૂચકતા અને સતર્કતાથી ખંડણી માટે અપહરણનો પ્રયાસ નિષ્ફળ કરતી વેસુ પોલીસ
વેસુ પોલીસ સ્ટેશનની ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા

વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને ધમકી આપી રૂા.૫૦ લાખની ખંડણી ઉઘરાવવાના ઇરાદે આરોપીઓ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હોવાની હકીકત સામે આવી હતી.આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરતા તેમજ તેને ગાડીમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી પોલીસને મળતા વેસુ પોલીસે તાત્કાલિક અને સમયસૂચકતા વાપરી કાર્યવાહી હાથ ધરેલ.ફરિયાદી દ્વારા જણાવ્યા મુજબ, આરોપીઓએ અગાઉથી કાવતરું રચી ફરિયાદી પાસેથી રૂા. ૫૦,૦૦,૦૦૦/-પડાવવા માટે ખોટો નાણાકીય વ્યવહાર ઉભો કર્યો હતો અને ફરિયાદીને વિવિધ સ્થળોએ બોલાવી ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી રહેલ હોય,આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડા રૂા.૫,૦૦૦/-, વાહનના દસ્તાવેજો તથા જમીન સંબંધિત મહત્વના દસ્તાવેજો બળજબરીપૂર્વક મેળવી લીધા હતા.તા.૨૭/૦૮/૨૦૨૬ના રોજ આરોપીઓ ફરીવાર ફરિયાદીના રહેઠાણ નજીક આવી રૂા.૨૫ લાખની માંગણી કરી ફરિયાદીને ગાડીમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કરતા હતા. ફરિયાદીને પોતાનું અપહરણ થવાની આશંકા જણાતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.સદર માહિતી મળતા જ નજીકમાં ફરજ પર હાજર વેસુ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે વિજળીવેગે પ્રતિસાદ આપી ઘટનાસ્થળે પહોંચી ફરિયાદીને આરોપીઓની ચુંગાલમાંથી સલામત રીતે છોડાવ્યો હતો. આરોપીઓ પોલીસ સાથે પણ બોલાચાલી કરી ઘર્ષણમાં ઉતરવાનો પ્રયાસ કરતા હોવા છતાં પોલીસ સ્ટાફે પરિસ્થિતિને કાબૂમાં લઈ હાજર ત્રણ આરોપીઓને ઝડપી પાડેલ છે.જે બાબતે અત્રે વેસુ પો.સ્ટે.ખાતે પાર્ટ-એ-૧૧૨૧૦૦૬૮૨૬૦૩૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૨), ૩૫૧(૩),૩(૫), ૬૧(૨) મુજબના નો ગુનો દાખલ કરી તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવેલ.
મે.પોલીસ કમિશનરશ્રી તથા સયુંકત પોલીસ કમિશનરશ્રી,સેક્ટર-રસાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન-૪ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશન શ્રી ‘ જી’ ડીવીઝન સાહેબ નાઓએ બનાવ બનવા અંગેની ગંભીરતા લઈ સદર ફરીયાદીને આરોપીઓના ચંગુલમાંથી છોડાવી આરોપીઓને પકડી પાડવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ જે.એ.રાઠવા સાહેબશ્રી નાઓ તથા પો.સ.ઈ.એ.કે.ચૌધરી નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળની આજુબાજુ અત્રેના પો.સ્ટે.ના પોલીસ કર્મચારી નાઓને અલગ-અલગ જગ્યાઓ ઉપર તૈનાત કરી આરોપીઓને કોર્ડન કરી પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.



