તા. 28/08/2026ના રોજ NCO’S રેન્ક ધારણ સમારોહ — ગોડાદરા, સુરત શહેર

ગોડાદરા,
સુરત શહેર ખાતે સી ઝોન અને સચિન યુનિટ ના સભ્યોનું તા. 28/08/2026ના રોજ ડૉ. પ્રફુલ વી. શિરોયા સાહેબશ્રી, જિલ્લા કમાન્ડન્ટ, સુરત શહેરની અધ્યક્ષતામાં NCO’S રેન્ક ધારણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સબ-ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર શ્રી જયદીપ કાતરિયા, જિલ્લા કચેરી સ્ટાફ, સુરત; શ્રી થોમસ એમ. પઠારે, ઓફિસર કમાન્ડિંગ, સચિન યુનિટ, ડિવિઝનલ કમાન્ડર તથા ઓફિસર કમાન્ડિંગ C-ઝોન, સુરત શહેર; શ્રી ગિરીશ એચ. પટેલ, કંપની કમાન્ડર; તથા એસ.પી.સી. શ્રી વી.ટી. મહાજન, એસ.પી.સી. શ્રી આર.એસ. વાઘ, પી.સી. શ્રી અરુણ તિવારી તથા પી.સી. શ્રી પ્રકાશ મોર્યા તેમજ અન્ય અધિકારીઓ અને NCO’Sશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓના હસ્તે શ્રી ક્રિષ્ના જે. બોરસેને “સેક્શન લીડર” રેન્ક ધારણ કરાવવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે અધિકારીશ્રીઓ દ્વારા શ્રી ક્રિષ્ના જે. બોરસેને નવી જવાબદારી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.“સેક્શન લીડર” તરીકેની નવી જવાબદારી સાથે હોમગાર્ડ દળની શિસ્ત, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને નિષ્કામ જનસેવાના ધ્યેયને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી.આ પ્રસંગે હોમગાર્ડ દળ દ્વારા જનસેવા, સુરક્ષા અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 🌹🇮🇳“નિષ્કામ સેવા • સુરક્ષા • સહયોગ”જનસેવા માટે સતત પ્રતિબદ્ધતા🌹 🇮🇳



