ઝાયડસ હોસ્પિટલ દ્વારા ‘હૃદય અને શ્વાસ મંચ’નું સફળ આયોજન
650થી વધુ નાગરિકોએ ઉપસ્થિત રહી હૃદય અને ફેફસાંના આરોગ્ય અંગે મૂલ્યવાન માર્ગદર્શન મેળવ્યું

વડોદરા,
ઝાયડસ હોસ્પિટલ, વડોદરા દ્વારા હૃદય અને ફેફસાંના આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી ‘હૃદય અને શ્વાસ મંચ’ નામના વિશેષ જાહેર આરોગ્ય સંવાદનું સફળ આયોજન સર સયાજી નગર ગૃહ, અકોટા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 650થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી, જે શહેરમાં આરોગ્ય જાગૃતિ પ્રત્યે લોકોના વધતા રસનું પ્રતિબિંબ છે.
કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના અનુભવી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. બિપિન ચંદ્ર દસારી અને ડૉ. સૌરભ બિસ્વાસ તેમજ પલ્મોનોલોજિસ્ટ ડૉ. યતીન જોષી અને ડૉ. નીલ ઠક્કર દ્વારા હૃદય અને ફેફસાંને લગતા વિવિધ રોગો, તેમના જોખમકારક પરિબળો, સમયસર નિદાન, આધુનિક સારવાર અને નિવારણ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમનું સંચાલન જાણીતા ગુજરાતી લેખક, વક્તા અને કૉલમિસ્ટ જય વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની અસરકારક રજૂઆત અને ડૉક્ટરો સાથેના સંવાદથી કાર્યક્રમ વધુ જીવંત અને રસપ્રદ બન્યો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોના પ્રશ્નોના નિષ્ણાત ડૉક્ટરોએ સંતોષકારક જવાબો આપ્યા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા.
ડૉ. મેધાવીનીઆયાચિત ઝાયડસ હોસ્પિટલના COO એ જણાવ્યું કે ભવિષ્યમાં પણ વિવિધ આરોગ્ય વિષયો પર આવા જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બનાવવાના પ્રયાસો ચાલુ રહેશે.
“સ્વસ્થ હૃદય અને સ્વસ્થ શ્વાસ – સ્વસ્થ જીવનનો આધાર”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ ખૂબ જ સરાહ્યો.



