વાવોલની જનતા માટે રાહતદરે ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ
વાવોલમાં ‘શ્રી કમલમ ફિઝિયોથેરાપી સેન્ટર’નો શુભારંભ

વાવોલ,
કમલાપૂંજ ચેરીટેબલ ટ્રસ્ટ, વાવોલ અને લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સંયુક્ત ઉપક્રમે વાવોલની જનતાના લાભાર્થે રાહત દરે શ્રી કમલમ ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ તા. 14 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ ઠાકરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ચાર્ટર પ્રેસિડેન્ટ તથા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલે લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.આ પ્રસંગે કમલાપૂંજ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અંબુસિંહ ગોલ સાહેબે ફિઝિયોથેરાપી સેન્ટરને જરૂરી તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી. રામજી મંદિર, વાવોલના મહંત પૂજ્ય 1008 શ્રી મધુસુદન મહારાજ, ખોડલધામ વાવોલના પીઠાધીશ્વર શ્રી સોમાભાઈ અંબાલાલ પ્રજાપતિ (પાઘડી શેઠ) તથા પૂજ્ય બ્રહ્માકુમારી હંસાદીદીએ આશીર્વચન પાઠવી લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “જેમ આપણે ગાડીની સર્વિસ માટે સમયાંતરે કાળજી રાખીએ છીએ, તેમ આપણા શરીરની પણ સમયાંતરે કાળજી લેવી જરૂરી છે.” તેમણે ફિઝિયોથેરાપી સેન્ટરની સેવાકીય પહેલને આવકારી હતી.કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સેક્રેટરી શ્રી નિરંજન શાહે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં રોટરી ક્લબના પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી પાર્થ ઠક્કર, ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઠક્કર, ગામના અગ્રણી શ્રી રઘુસિંહ ગોલ, શ્રી અશોકભાઈ પટેલ, લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રફુલ ગજ્જર, ટ્રેઝરર શ્રી ચિરાગ પ્રજાપતિ, શ્રી ધવલ રથવી સહિત વાવોલના અગ્રણીઓ અને વસાહતીઓ ઉપસ્થિત રહ્યા હતા.15 દિવસ સુધી નિઃશુલ્ક સેવાશ્રી કમલમ ફિઝિયોથેરાપી સેન્ટરના શુભારંભ નિમિત્તે પ્રથમ 15 દિવસ સુધી નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા આપવામાં આવશે. ત્યારબાદ માત્ર ₹30થી ₹100ના રાહત દરે ફિઝિયોથેરાપીને લગતી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માહિતી લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સેક્રેટરી શ્રી નિરંજન શાહે આપી હતી.



