Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
    by gujaratbhaskar
    November 16, 2026
  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

GujaratNationalWorld

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવ

By gujaratbhaskar

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, પ્રાકૃતિક કૃષિ, ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ અને ગ્રીન એનર્જી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સંબંધો ૨૦૦૦ વર્ષ જૂના છે. પ્રાચીન સમયમાં ભારતના બૌદ્ધ ભિક્ષુઓ અને ધર્મગુરુઓ મધ્ય એશિયાના વિસ્તારોમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સંદેશ લઈને લોકોના દિલ જીતવા ગયા હતા. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના કારણે વિશ્વભરમાં કેન્સર, માઇગ્રેન અને બ્રેન ટ્યુમર જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે, ત્યારે આ બધાથી બચવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. આ દિશામાં સહયોગ વધારવા માટે કઝાકિસ્તાનના કૃષિ વૈજ્ઞાનિકોને ભારતમાં આમંત્રિત કરી વિશેષ તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે તેઓ દર અઠવાડિયે ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને, ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ આ અભિયાનને વેગ આપી રહ્યા છે.ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારો માટે સૌથી મોટું હબ અને દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, એનર્જી, કેમિકલ્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ગુજરાતે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. ગિફ્ટ સીટી વૈશ્વિક બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ માટેનું એક અદભુત કેન્દ્ર બન્યું છે, જ્યાં બેંક ઓફ અમેરિકા જેવી આંતરરાષ્ટ્રીય બેંકો કાર્યરત થઈ રહી છે. આશરે ૯૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ધોલેરા આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ડસ્ટ્રિયલ હબ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વૈશ્વિક રોકાણ માટે મોટો અવકાશ પૂરો પાડે છે.કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ જણાવ્યું કે, આજના સમયમાં ઊર્જા એ કોઈપણ દેશની સૌથી મોટી જરૂરિયાત છે. કઝાકિસ્તાન પાસે સમગ્ર વિશ્વનો ૪૦% યુરેનિયમનો ભંડાર છે. હાલમાં ભારતને પરમાણુ ઊર્જા માટે યુરેનિયમ સપ્લાય કરનારા મુખ્ય બે દેશોમાં કઝાકિસ્તાન અને કેનેડા સામેલ છે. શ્રી અઝામત યેસ્કારાયેવએ વધુમાં જણાવ્યું કે, હાલમાં ગુજરાત અને રાજસ્થાન સહિત ભારતના આશરે ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ કઝાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે કઝાકિસ્તાન મોટાભાગના હેલ્થ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ભારતમાંથી આયાત કરે છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની ન્યુક્લિયર પાવર ક્ષમતાને ૧૦૦ GW સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. રાજ્યપાલશ્રીની પ્રેરણાથી ગુજરાત લોકભવનને સંપૂર્ણપણે સોલાર પાવર આધારિત બનાવીને કાર્બન ન્યુટ્રલ પરિસરમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, જે દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. રૂફટોપ સોલારના ઉપયોગમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.શ્રી અઝામત યેસ્કારાયેવએ કહ્યું કે, અગાઉ યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કઝાકિસ્તાન તરફથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સક્રિય ભાગ લીધો હતો. આગામી સમયમાં યોજાનારી સમિટમાં પણ આર્થિક અને વ્યાપારી સંબંધો વધુ ગાઢ બને તે માટે રાજ્યપાલશ્રીએ કઝાકિસ્તાનના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતું.

Views: 59

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ગાંધીનગર બન્યું ઇકો-ફ્રેન્ડલી: ‘PM eBus Sewa’ ને નાગરિકોનો બમ્પર સપોર્ટ

Next

સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
    by gujaratbhaskar
    November 16, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 8 6
Users Today : 0
Users Last 7 days : 39
Users This Month : 306
Users This Year : 2385
Total Users : 2386
Views Today :
Views This Year : 4265
Total views : 4266
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web