આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
વાવોલ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

વાવોલ,
બ્રહ્માકુમારી સેન્ટર, વાવોલ ખાતે ગત રવિવાર, તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ એક ભવ્ય અને દિવ્ય આધ્યાત્મિક સ્નેહમિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્નેહમિલનમાં મહાદેવનગર સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની ચંદ્રિકા દીદીજી અને મણીનગર સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની નેહા દીદીજીએ ખાસ ઉપસ્થિત રહીને સૌને કૃતાર્થ કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં હંસા દીદીએ ચંદ્રિકા દીદીનો પરિચય આપ્યો હતો અને પ્રશ્નોત્તરીનું સુંદર સંચાલન કર્યું હતું. ત્યારબાદ, રાજયોગીની ચંદ્રિકા દીદીએ બ્રહ્મા બાબા સાથેના તેમના જીવંત અનુભવો અને સાક્ષાત્કાર વિશે ઉદાહરણો સાથે ખૂબ જ ઊંડાણથી અને ઉષ્માભેર રજૂઆત કરીને ઉપસ્થિત સૌને જીવનનો અર્ક પીરસ્યો હતો.આ પ્રસંગે સેવાર્થી ભાઈ-બહેનોનો વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર તેમજ યોગ ગ્રુપ વાવોલના સેવાર્થી ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ ઉપરાંત, વિશેષ અતિથિ તરીકે શ્રી રામભાઈ ગોલ અને શ્રી પ્રેમલસિંહ ગોલે ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીના દીદી અને તેમની ટીમે ભારે જહેમત અને જવાબદારી ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં બી.કે. મયુરભાઈ શર્માએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કેક કાપીને અને સૌએ સાથે સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.આવા ધાર્મિક અને આધ્યાત્મિક સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા વ્યક્તિમાં રહેલી સુષુપ્ત આંતરિક શક્તિઓને જાગૃત થવાનો શ્રેષ્ઠ અવકાશ મળે છે, તેવો સુંદર સંદેશ આ કાર્યક્રમ થકી સમાજને પૂરો પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ આયોજકો દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.



