Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે

By gujaratbhaskar

ગાંધીનગરમાં ભવ્ય ‘એકતા યાત્રા’ અને ‘લોકડાયરા’નું આયોજન

ગાંધીનગર,

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી, તથા ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરવા બે વિશેષ કાર્યક્રમો – ‘ભવ્ય એકતા યાત્રા’ અને ‘ભવ્ય લોકડાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે.સરદાર સાહેબે આઝાદી પછી દેશના અનેક રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સમર્પણ, દ્રઢ નિશ્ચય અને રાષ્ટ્રસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

આજના સમયમાં પણ તેમના વિચારો અને આદર્શો દેશની એકતા અને રાષ્ટ્રીય અસ્મિતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણારૂપ છે.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ પ્રબળ બને, યુવા પેઢી સરદાર સાહેબના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવે, અને સમાજમાં સમરસતા તથા રાષ્ટ્રભાવનાનો સંદેશ પ્રસરે તેવો આશય છે.

કાર્યક્રમની વિગતો:

કાર્યક્રમ – ૧: ભવ્ય એકતા યાત્રા * તારીખ: ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬, શનિવાર * સમય: સવારે ૮:૦૦ વાગ્યે * સ્થળ: શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, સેક્ટર-૧૨, ગાંધીનગરથી પ્રસ્થાનઆ યાત્રામાં નાગરિકો, યુવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સરદાર સાહેબના વિચારોમાં શ્રદ્ધા ધરાવતા તમામ લોકોને વિશાળ સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. એકતા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ – ૨: ભવ્ય લોકડાયરો * તારીખ: ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬, શનિવાર * સમય: રાત્રે ૮:૦૦ વાગ્યે * સ્થળ: કાનમ પાર્ટી પ્લોટ, કુડાસણ, ગાંધીનગરગુજરાતી લોકસંસ્કૃતિ અને લોકકલા સાથે જોડાયેલા આ કાર્યક્રમ દ્વારા લોકોમાં સાંસ્કૃતિક ચેતના, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે.જનભાગીદારી માટે અપીલ:આયોજકો દ્વારા ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોના તમામ નાગરિકો, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને સરદાર સાહેબના ચાહકોને બંને કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુન:દ્રઢ કરવાનો અવસર છે.ચાલો, સરદાર સાહેબના વિચારોને આત્મસાત્ કરીએ, રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવીએ અને સૌ સાથે મળીને અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજનસરદાર પટેલ સાહેબ જન્મજયંતિ ઉજવણી સમિતિ, ગાંધીનગર દ્વારામાં કરવામાં આવ્યું છે.

Views: 21

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ….!!!

Next

પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 4 7
Users Today : 1
Users Last 7 days : 187
Users This Month : 267
Users This Year : 2346
Total Users : 2347
Views Today : 1
Views This Year : 4214
Total views : 4215
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web