Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ….!!!

By gujaratbhaskar

ગાંધીનગરમાં સરકારી કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર, માનીતી એજન્સીઓને ૨૦૦ કરોડની લહાણી!


October 27, 2026
Gujarat Bhaskar

ગાંધીનગર:
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી કામોની ફાળવણી અને ટેન્ડર પ્રક્રિયામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માનીતી એજન્સીઓને કરોડો રૂપિયાના કામો પધરાવી દેવાયા છે, જ્યારે પ્રામાણિક કોન્ટ્રાક્ટરોના દિવાળીના (વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬) પેમેન્ટ ગ્રાન્ટ હોવા છતાં લટકાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ગર્વમેન્ટ કોન્ટ્રાકટર એસોસીએશનની વારંવારની લેખિત રજૂઆતો છતાં તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે.


માનીતી એજન્સીઓ માટે ટેન્ડરના નિયમોમાં રાતોરાત ફેરફાર


નવા સચિવાલય (સરદાર ભવન) ખાતે બ્લોક ૧ થી ૧૪ ના મજબુતીકરણના રૂ. ૨૦૦ કરોડના ટેન્ડરોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પોતાની મનપસંદ ‘આકૃતિ કન્સ્ટ્રક્શન’ અને ‘સૌમ્ય કન્સ્ટ્રક્શન’ ને કામ આપવા માટે અનુભવના નિયમોમાં મનસ્વી ફેરફાર કરાયા છે. બ્રિજના કામના અનુભવને બદલે માત્ર ‘G+2 બિલ્ડિંગ’નો ક્રાઈટેરિયા ઉમેરીને ૧૫% ઊંચા ભાવે કામો આપી દેવાતા સરકારને આશરે ૧૫ કરોડનું નુકસાન જવાની ભીતિ છે.
એક કિસ્સામાં તો સ્પર્ધા ઘટાડવા માટે માત્ર ૨ જ દિવસમાં કોરીઝોન્ડમ બહાર પાડીને ટેન્ડરની સમયમર્યાદા ૧૧ માસથી ઘટાડીને ૩ માસ કરી દેવાઈ, અને ટર્નઓવર રૂ. ૫૪૩.૧૫ લાખથી વધારીને સીધું રૂ. ૧૯૯૧.૫૬ લાખ કરી દેવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એજન્સી નક્કી થયા બાદ કામ પૂરું કરવા માટે મૂળ સમય કરતાં ૩ થી ૪ ગણો વધુ સમય આપવામાં આવે છે.


‘ગ્રીન સિટી’ બન્યું ‘કોંક્રિટ સિટી’: ટાઉન પ્લાનિંગની મંજૂરી વિના કમ્પાઉન્ડ વોલનું કૌભાંડ


હરિયાળા શહેર ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ (TP) ની કોઈપણ મંજૂરી વિના ઠેર-ઠેર કમ્પાઉન્ડ વોલ (દીવાલો) ચણી દેવામાં આવી છે. આ આયોજનવિહોણા બાંધકામ પાછળ પણ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ દીવાલોની આડમાં હવે અસામાજિક તત્વોને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે સુરક્ષિત અડ્ડો મળી ગયો છે, જે શહેરની કાયદો અને વ્યવસ્થા માટે મોટો ખતરો છે.


વગર ટેન્ડરે કામો અને કામ પૂર્ણ થયા પછી મંજૂરીઓ


ઓક્ટોબર ૨૦૨૫ થી ઓક્ટોબર ૨૦૨૬ સુધીના સમયગાળામાં પાટનગર યોજના વર્તુળ ખાતે જાહેર નિવિદા (ટેન્ડર) બહાર પાડ્યા વિના જ માનીતા કોન્ટ્રાક્ટરોને સીધા જ ભાવોભાવ કામ આપી દેવાયા છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં અધિક્ષક ઈજનેર દ્વારા ૫૦ લાખ સુધીના કામો પૂરા થઈ ગયા પછી તેની વહીવટી મંજૂરીઓ આપી બજેટ હેડ બનાવીને ચૂકવણા કરવામાં આવ્યા છે, જે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.


લેખિત રજૂઆત છતાં તંત્રનું ભેદી મૌન


ગાંધીનગર ગર્વમેન્ટ કોન્ટ્રાકટર એસોસીએશન દ્વારા ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ અધિક્ષક ઈજનેરને ૧૧ ટેન્ડરોમાં થયેલી ગેરરીતિ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી. આ અગાઉ ૨૭ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ઉમંગ પંચાલ દ્વારા ખુદ મુખ્યમંત્રીશ્રીને પણ મીલીભગતની ફરિયાદ કરાઈ હતી. છતાં, ભ્રષ્ટ અધિકારીઓએ “તંદુરસ્ત હરીફાઈ હોવાનું” જણાવી ગોળગોળ જવાબો આપીને ઉચ્ચ સ્તરે ગેરમાર્ગે દોર્યા છે અને આજદિન સુધી કોઈ નક્કર તપાસ થઈ નથી.
સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડનાર આ કૌભાંડમાં કયા મોટા માથાઓનો હાથ છે તેની સત્વરે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે છે કે પછી ભ્રષ્ટાચાર પર પડદો પાડી દેવામાં આવે છે.

ગાંધીનગરમાં કથિત ટેન્ડર કૌભાંડ: માનીતી એજન્સીઓને લાભ અને બાકી નાણાં મુદ્દે કોન્ટ્રાક્ટર એસોસિએશન વિફર્યું, ઉગ્ર લડતની ચીમકી

ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સરકારી કામકાજોમાં થતી કથિત ગેરરીતિઓ અને લાંબા સમયથી અટવાયેલા નાણાંના મુદ્દે સંબંધિત અધિકારી એસ.બી. પુરોહિત સામે ગંભીર આક્ષેપો સાથે મોરચો માંડવામાં આવ્યો છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયામાં મનસ્વી રીતે ફેરફારો કરી માત્ર માનીતી એજન્સીઓને જ લાભ પહોંચાડાઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરોના હકના નાણાં ચૂકવવામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટરોના બાકી નાણાં અંગે એસોસિએશન દ્વારા ગત વર્ષે ૨૦૨૫ ની દિવાળી પર પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. હવે ૨૦૨૬ ની દિવાળીનો તહેવાર પણ આવી ગયો હોવા છતાં, એસ.બી. પુરોહિત દ્વારા આજદિન સુધી કોન્ટ્રાક્ટરોના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. સતત થઈ રહેલા આ અન્યાયને કારણે કોન્ટ્રાક્ટરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આર્થિક નુકસાન ઉપરાંત એવો પણ સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કામના સ્પેસિફિકેશન્સ (નિયમો અને માપદંડો) માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરીને માત્ર અમુક માનીતી એજન્સીઓ અને મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ પધરાવવામાં આવી રહ્યા છે. એસોસિએશનનું કહેવું છે કે આ પ્રકારના કથિત કૌભાંડ અને ગેરરીતિથી સરકારી તિજોરીને સીધું અને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ ગેરરીતિઓ અને કૌભાંડ અંગે વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં, એસ.બી. પુરોહિત કે અન્ય કોઈ ઉચ્ચ સત્તાધીશો દ્વારા આજદિન સુધી કોઈ જ તપાસ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિ સવાલો ઊભા કરી રહી છે.

એક સપ્તાહનું અલ્ટિમેટમ: તંત્રની સંપૂર્ણ નિષ્ક્રિયતા અને પારદર્શિતાના અભાવથી કંટાળીને ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશને હવે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. એસોસિએશને માંગ કરી છે કે, જો આગામી એક અઠવાડિયામાં આ સમગ્ર કૌભાંડ અને બાકી નાણાંના મુદ્દે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર લડત માટેની રણનીતિ ઘડવામાં આવશે. મળતિયાઓને અપાતા લાભ અને સામાન્ય કોન્ટ્રાક્ટરોને થતા અન્યાય સામે હવે આરપારની લડાઈના મંડાણ થવાની પૂરી શક્યતા છે.

Views: 43

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

શેરથાના શ્રી વારાહી તીર્થક્ષેત્ર ખાતે આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ

Next

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 4 3
Users Today : 3
Users Last 7 days : 201
Users This Month : 263
Users This Year : 2342
Total Users : 2343
Views Today : 3
Views This Year : 4208
Total views : 4209
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web