Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

શેરથાના શ્રી વારાહી તીર્થક્ષેત્ર ખાતે આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ

By gujaratbhaskar

ભવ્ય રજત જયંતી મહોત્સવ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે

શેરથા ગામની અધિષ્ઠાત્રી અને હજારો ભક્તોની આરાધ્ય દેવી શ્રી વારાહી માતાજીના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘શ્રી વારાહી તીર્થક્ષેત્ર, શેરથા’ ખાતે ભવ્ય રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરને લઈને સમગ્ર ગામમાં અને ધર્મપ્રેમીઓમાં અદ્ભુત ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.આ ૨૫ વર્ષની ભક્તિમય યાત્રા ગ્રામજનોની એકતા, વડીલોના સંસ્કાર અને માતાજી પ્રત્યેની અખંડ આસ્થાનો અમૂલ્ય વારસો છે.

આ ઐતિહાસિક મહોત્સવ દેશ-વિદેશમાં વસતા શેરથા ગામના તમામ પરિવારજનોને માતાજીના પાવન સાંનિધ્યમાં એકત્રિત કરી આપણી સંસ્કૃતિને વધુ ઉજાગર કરશે.બે દિવસીય મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા પ્રમાણે પ્રથમ દિવસે તારીખ ૨૭-૧૦-૨૦૨૬ ને મંગળવારે સવારે ૧૦:૧૫ કલાકે યજમાનોની પવિત્ર પૂજન વિધિથી પ્રારંભ થશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે ભોજન સમારંભ યોજાશે. બપોરે ૧:૧૫ કલાકે લાઈવ ડી.જે.ના સૂર સાથે ગામમાં ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નીકળશે. સાંજે ૬:૦૦ કલાકે ભવ્ય આરતી અને ૬:૩૦ કલાકે ભોજન સમારંભ યોજાશે. જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે લોકપ્રિય કલાકાર સાગરભાઈ પટેલના હસ્તે રંગારંગ રાસ-ગરબા કાર્યક્રમનું આકર્ષણ રહેશે.બીજા દિવસે તારીખ ૨૮-૧૦-૨૦૨૬ ને બુધવારે સવારે ૬:૧૫ કલાકે આચાર્યશ્રી ત્રિવેદી વિજયભાઈ મનસુખલાલના માર્ગદર્શન હેઠળ મહાયજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૧:૩૦ કલાકે ભોજન પ્રસાદ યોજાશે. સાંજે ૪:૩૦ કલાકે શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે ભવ્ય મહાઆરતી અને સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી વારાહી તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટ અને શ્રી શક્તિ અંબાજી માતા મંડળ, શેરથા દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક ઉત્સવમાં સહપરિવાર પધારી માતાજીના દર્શન-પૂજનનો લાભ લેવા અને પાવન અવસરની શોભા વધારવા હૃદયપૂર્વક ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Views: 29

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક

Next

ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ….!!!

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 4 1
Users Today : 1
Users Last 7 days : 199
Users This Month : 261
Users This Year : 2340
Total Users : 2341
Views Today : 1
Views This Year : 4206
Total views : 4207
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web