અખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી શાળાકીય રમોત્સવ રાજ્યકક્ષામાં શાનદાર દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું

અખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી શાળાકીય રમોત્સવ રાજ્યકક્ષા (School Games) માં શાનદાર દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું પ્રાચી યાદવ અંડર 17 વર્ષ બહેનોમાં 48-50 કિલો માં નવસારી સુરત જુનાગઢ જિલ્લાઓને હરાવીને રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવ્યુંતા. 1st ઓક્ટોબર થી 2 nd ઓક્ટોબર 2026 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત ના નિકોલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SGFI) બોક્સિંગ સ્પર્ધા બહેનોની યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી – બ્રાન્ચ ના ગાંધીનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું.તેમના કોચ ભરત દીવાકર, અખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી ના ઇન્ચાર્જ અનિતા પાંડે, પ્રેસિડેન્ટ શ્રી નદીમ મેમણ, ટેકનિકલ ડાયરેક્ટર શ્રી રવિન્દ્ર પટેલ, અંકિતા સિંગ શ્રી બીનિતા દિવાકર ઓથોરિટી ઑફ ગુજરાત, અમદાવાદ ડીએસઓ સોનલબેન ચાવડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,તેમજ તમામ વાલીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સાથે પ્રાચી યાદવ આગામી રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલા તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ



