સે. ૨૬ કિશાનનગરમાં વોર્ડ-૧ ના ઉમેદવારોને મળ્યા ‘વિજય ભવઃ’ના આશીર્વાદ

ગાંધીનગર,
સ્થાનિક ચૂંટણીના ડોર-ટુ-ડોર પ્રચારના આખરી દિવસે સેક્ટર ૨૬ (કિશાનનગર) ખાતે ભારે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પ્રચારના અંતિમ ચરણમાં સેક્ટરના સક્રિય કાર્યકર શ્રી સંજયકુમાર ગોપાળભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર ૧ ના ચારેય ઉમેદવારોને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સંજયકુમાર પટેલે તમામ ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવા માટે ‘વિજય ભવઃ’ ની શુભેચ્છાઓ પાઠવીને શુભ આશિષ આપ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓમાં મુખ્યત્વે:
વોર્ડ ૧ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ
વોર્ડ ૧ ના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ
સેક્ટર ૨૬ ના અગ્રણી શ્રી કાન્તિભાઈ ચૌધરી
યુવા કાર્યકર ભોલુભાઈ
શ્રીમતી શિલ્પાબેન પટેલ
શ્રીમતી દમયંતીબેન સોલંકી
શ્રીમતી કૃપાબેન પટેલ
સહિતના આગેવાનો અને કાર્યકરોએ વિશેષ હાજરી આપી હતી. પ્રચાર કાર્યના આ અંતિમ દિવસે સમગ્ર વોર્ડમાં જીતનો ભારે આશાવાદ અને જોશ જોવા મળ્યો હતો.



