Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક
    by gujaratbhaskar
    October 22, 2026
  • “દેશના હીરો અને રાજનીતિના ચાણક્ય”
    by gujaratbhaskar
    October 22, 2026
  • ગુજરાતના ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ
    by gujaratbhaskar
    October 12, 2026
  • ગાંધીનગર મનપા ચૂંટણી
    by gujaratbhaskar
    October 9, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગુજરાતના ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ

By gujaratbhaskar
2 Min Read

ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ગીતનું લોન્ચ થયું

ગાંધીનગર,

પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું આજે ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું હતું. આ લોન્ચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

સંગીતના મધુર સૂર અને નવીન રજૂઆત સાથે સંગીતપ્રેમીઓને એક નવી ભેટ આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીત ‘ઇયરિંગ’ની સમગ્ર ટીમ હાજર રહી હતી, જેમાં ગાયક શિવાય ઉપરાંત, ગીતની ફીચરિંગ એક્ટ્રેસ રીવા અરોરા, ગીતના ડાયરેક્ટર રામજી ગુલાંટી, મ્યુઝિક ડાયરેક્ટર સની ઇન્દર તેમજ ગીતના લિરિસિસ્ટ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા આર.જે. લવ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ગાયક શિવાયના બહેન છે. પોતાના ભાઈના આ બીજા ગીતના લોન્ચ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “શિવાયે 6 વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેણે સંગીતની તાલીમ લીધી અને આજે તેનું બીજું ગીત લોન્ચ થઈ રહ્યું છે. ગીતનું મ્યુઝિક બહુ સુંદર છે, અને આ ગીતથી યુથને કનેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે. શિવાયનો સુંદર અવાજ યુથને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.

”શ્રીમતી રીવાબા જાડેજાએ કહ્યું કે, સંગીતમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવું જરૂરી છે. એક અલગ અવાજ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી પડકારજનક છે અને શિવાય તે મુકામ હાંસલ કરશે તેવી અમને અપેક્ષા છે. તેમણે નવરાત્રિના દિવસોમાં આ ગીતને સોશિયલ મીડિયા થકી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી અને શિવાયના સુમધુર અવાજની આ જર્ની ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં ‘ઇયરિંગ’ ગીતનો વીડિયો ઓડિયન્સ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓડિયન્સની ફરમાઇશ પર શિવાયે પોતાના નવા ગીતને લોકો સમક્ષ લાઇવ ગાઇને પ્રસ્તુત કર્યું હતું. તેમના મધુર અવાજને કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ મન ભરીને માણ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શિવાયે ટી-સીરીઝના ‘Hanju’ (હંજુ) ગીતને લોન્ચ કર્યું હતું. તેમના આ કર્ણપ્રિય ગીતને યુટ્યૂબ પર 86 લાખથી વધુ લોકોએ જોયું, સાંભળ્યું અને માણ્યું છે. ‘હંજુ’ ગીતની આ સફળતા બાદ, હવે એક મહિનાની અંદર જ શિવાય સંગીતપ્રેમીઓ માટે તેમનું નવું નજરાણું ‘ઇયરિંગ’ લઇને આવ્યા છે અને આ ગીત પણ સંગીતના શોખીનોને એટલું જ આકર્ષિત કરશે.

આ પ્રસંગે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, ડિજિટલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા મનોરંજન ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post Views: 8

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ગાંધીનગર મનપા ચૂંટણી

Next

“દેશના હીરો અને રાજનીતિના ચાણક્ય”

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક
    by gujaratbhaskar
    October 22, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 7 3 5
Users Today : 1
Users Last 7 days : 50
Users This Month : 303
Users This Year : 1734
Total Users : 1735
Views Today : 1
Views This Year : 3356
Total views : 3357
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web