ગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ નં. ૧માં ભાજપનો સઘન પ્રચાર
સે.૨૬ કિશાનનગરમાં આગેવાનો અને કાર્યકરોની મોટી ઉપસ્થિતિ સાથે ડોર ટુ ડોર પ્રચાર

ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ તેજ બન્યો છે. વોર્ડ નં. ૧ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પોતાના મતવિસ્તારમાં મતદાતાઓ સુધી પહોંચવા માટે સઘન ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે.
પ્રચાર ઝુંબેશના ત્રીજા દિવસે સેક્ટર ૨૬ ખાતે આવેલા કિશાનનગર વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોર-ટુ-ડોર પ્રચારમાં વિવિધ રાજકીય આગેવાનોએ પણ સક્રિય ભાગ લીધો હતો. જેમાં અગ્રણીઓ સુરેશભાઈ મહેતા, નાથુભાઈ ચૌધરી, સક્રિય કાર્યકર સંજયભાઈ જી. પટેલ, કાન્તિભાઈ ચૌધરી અને કનુજી ઠાકોર વિશેષ રૂપે જોડાયા હતા.
આ ઉપરાંત, સેક્ટર ૨૬ના યુવા આગેવાન ભોલુભાઈ તેમજ વોર્ડ નં. ૧ના પ્રમુખની આગેવાની હેઠળ પ્રચાર કરવામાં આવ્યો હતો. વોર્ડ ૧ મહિલા મોરચાના પ્રમુખ અને તેમની ટીમ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ પણ ઘરે-ઘરે જઈને ઉમેદવારો માટે સમર્થન માંગ્યું હતું. કિશાનનગરમાં આગેવાનો, યુવાનો અને મહિલા મોરચાની બહોળી ઉપસ્થિતિના કારણે ચૂંટણી પ્રચારને ભારે વેગ મળ્યો હતો.

૧. અંજનાબેન સુરેશભાઈ મહેતા (ક્રમાંક નં. ૧)
ઉંમર: ૫૮ વર્ષ
રહેઠાણ: ૧૮૨, સહકાર કોલોની, સેક્ટર-૨૫
અભ્યાસ: B.A.
વ્યવસાય: સામાજિક સેવા
કાર્યદક્ષતા:
કોર્પોરેટર – ગાંધીનગર મહાનગર પાલિકા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
મહિલા સામાજિક કાર્યકર
સેક્ટર-૨૫ ભજન મંડળના સભ્ય
આનંદના ગરબા મંડળમાં સભ્ય
પતિ: સુરેશભાઈ નટવરલાલ મહેતા
પૂર્વ પ્રમુખ – ગાંધીનગર મહાનગર ભાજપ
પૂર્વ નગરસેવક – ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૧
ડિરેક્ટર – ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળી લી.
સક્રિય કાર્યકર – સેક્ટર-૨૫ વસાહત મંડળ તથા નવરાત્રી મંડળ
૨. ગૌરાંગ સુરેશભાઈ પટેલ (ક્રમાંક નં. ૨)
ઉંમર: ૪૦ વર્ષ
રહેઠાણ: મુંદ્રાજાનો માઢ, રાંધેજા
અભ્યાસ: FY B.Com.
વ્યવસાય: કેસર ટાઈલ્સ, રિયલ એસ્ટેટ
કાર્યદક્ષતા:
પૂર્વ ઉપસરપંચ – રાંધેજા ગ્રામ પંચાયત
પૂર્વ ઉપપ્રમુખ – વોર્ડ નં. ૧, ગાંધીનગર મહાનગર ભાજપ
પૂર્વ બુથ પ્રમુખ – બુથ નં. – ૩૧
મહામંત્રી – કિસાન મોરચા, ગાંધીનગર મહાનગર ભાજપ
સંયોજક – શક્તિ કેન્દ્ર વોર્ડ નં. ૧, બુથ નં. ૨૧, ૨૪, ૨૯, ૩૧
કમિટી સભ્ય – ઉમિયા માતાજી મંદિર, રાંધેજા
૩. મહેશકુમાર નાથુભાઈ ચૌધરી (વિષ્ણુ) (ક્રમાંક નં. ૬)
ઉંમર: ૪૧ વર્ષ
રહેઠાણ: ૧૫૫/૧, કિસાનનગર, સેક્ટર-૨૬
અભ્યાસ: STD-11
વ્યવસાય: શિક્ષાપત્રી ગ્રુપ અને મેટ્રો ગ્રુપ ગાંધીનગર
કાર્યદક્ષતા:
સક્રિય સદસ્ય – ગાંધીનગર મહાનગર ભાજપ
મહામંત્રી – બક્ષીપંચ મોરચો, ગાંધીનગર મહાનગર ભાજપ
પૂર્વ ઉપપ્રમુખ – બક્ષીપંચ મોરચો, ગાંધીનગર મહાનગર ભાજપ
ટ્રસ્ટી – વિશ્વ આંજણા (ચૌધરી) ધામ, જમિયતપુરા
મહામંત્રી – અખિલ આંજણા (ચૌધરી) યુવક મંડળ, ગુજરાત રાજ્ય
પૂર્વ પ્રમુખ – આંજણા ચૌધરી સેવા મંડળ, ગાંધીનગર
પૂર્વ સંગઠન મંત્રી – અખિલ આંજણા (ચૌધરી) કેળવણી મંડળ, સેક્ટર-૭, ગાંધીનગર
પૂર્વ ઉપપ્રમુખ – કિસાનનગર વસાહત મંડળ, સેક્ટર-૨૬
બૂથ પ્રમુખ – વોર્ડ નં. ૧, બૂથ નં. ૨૨૦, ગાંધીનગર મહાનગર ભાજપ.
૪. શિલ્પાબેન કનુજી ઠાકોર (ક્રમાંક નં. ૮)
ઉંમર: ૩૮ વર્ષ
રહેઠાણ: અજાવત વાસ, રાંધેજા
અભ્યાસ: FY B.A.
વ્યવસાય: સામાજિક સેવિકા
કાર્યદક્ષતા:
ડિરેક્ટર – રાંધેજા કોમર્શિયલ બેંક
સભ્ય – કેશર ફાઉન્ડેશન જીવદયા
સક્રિય કાર્યકર – ગાંધીનગર મહાનગર ભાજપ
કારોબારી સભ્ય – વોર્ડ – ૧ ગાંધીનગર મહાનગર ભાજપ
મંત્રી – મહિલા મોરચા, વોર્ડ – ૧, ગાંધીનગર મહાનગર ભાજપ
સરકારી લાભો – નિરાધાર મહિલાઓને રાશન કીટ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ
સિલાઈ મશીન યોજના અંતર્ગત બહેનોને સહાય, કુપોષક બાળકોને પૌષ્ટિક ખોરાક કીટ
પતિ: કનુજી રામણજી ઠાકોર – ઉપપ્રમુખ – વોર્ડ-૧, ગાંધીનગર મહાનગર ભાજપ



