અમદાવાદના ચાંદલોડિયા ખાતે PM મોદીના 76માં જન્મદિને
‘ટીમ મોદી ગુજરાત’ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર અને ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ,
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 76માં જન્મદિવસ અને તેમના સેવા અને સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, ગત રવિવાર, 27 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદના ચાંદલોડિયા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરના સાનિધ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ટીમ મોદી ગુજરાત’ દ્વારા આ વિશેષ પ્રસંગે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર) અને વડાપ્રધાનના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના શ્રવણ માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આ ભવ્ય કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, નારણપુરા (નારાયણ) વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (જીતુ ભગત), તેમજ ઉના નગરપાલિકાના સદસ્ય અને ગુજરાતના લોકપ્રિય ગાયિકા કલાકાર રાજલબેન બારોટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘ટીમ મોદી ગુજરાત’ના તમામ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ટીમ મોદી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ નકુમ, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ, મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દક્ષાબા ડોડીયા, કિસાન મોરચાના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી અલ્પેશસિંહ રાઠોડ, ઉદ્યોગ સેલના શ્રી જગદીશભાઈ સૈની, વ્યાપાર સેલના શ્રી સંદીપભાઈ વાઘેલા અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પ્રજાપતિ સહિત સંસ્થાના તમામ અગ્રણી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં સ્થાનિક નાગરિકો અને યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને ત્યારબાદ સૌએ સાથે મળીને વડાપ્રધાન શ્રીનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળીને તેમના જન્મદિવસ અને સુશાસન પર્વની સાર્થક ઉજવણી કરી હતી.



