ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નં. ૧ માં ભાજપનો ઝંઝાવાતી ડોર-ટુ-ડોર પ્રચાર

ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કાર્યને વધુ વેગવંતું બનાવવામાં આવ્યું છે. ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૧ ના ભાજપના ઉમેદવારો અને સ્થાનિક આગેવાનો દ્વારા સેક્ટર-૨૬ સ્થિત કિસાનનગરમાં સઘન ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો, જેને સ્થાનિક જનતા તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
વોર્ડ નં. ૧ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સવેર્શ્રી શિલ્પાબેન ઠાકોર, અંજનાબેન મહેતા, ગૌરાંગભાઈ પટેલ અને મહેશભાઈ ચૌધરી (મેટ્રો) એ પ્રચાર કાર્યને વધુ વેગવંતું બનાવ્યું બીજા દિવસે સેક્ટર-૨૬ અને કિસાનનગરમાં ઘરે-ઘરે જઈને મતદાતાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ ઝંઝાવાતી પ્રચારમાં ઉમેદવારોની સાથે પક્ષના અગ્રણી નેતાઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં જાેડાયા હતા.
આ પ્રચાર અભિયાનમાં ભાજપના અગ્રણીઓ અને સામાજિક આગેવાનોએ વિશેષ હાજરી આપી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના સક્રિય કાર્યકર અને સામાજિક સેવક સંજયકુમાર ગોપાળભાઈ પટેલ, ચૌધરી સમાજના સામાજિક આગેવાન કાન્તિભાઈ ચૌધરી, ગાંધીનગર મહાનગરપાલિકા ભાજપ ચૂંટણી સહ-સંયોજક સુરેશભાઈ મહેતા અને વોર્ડ નં. ૧ ના મહિલા મોરચાના પ્રમુખ રશ્મિકાબેન ભાવેશભાઈ પટેલ સહિતના અનેક સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન ઉમેદવારો અને આગેવાનોએ સ્થાનિક રહીશોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસકાર્યોની ગતિવિધિઓથી લોકોને માહિતગાર કર્યા હતા. ચૂંટણી પ્રચારના બીજા દિવસે જ લોકોના ઘરો સુધી પહોંચવાના આ પ્રયાસને સેક્ટર-૨૬ અને કિસાનનગર વિસ્તારમાં જબરદસ્ત લોકસમર્થન મળતા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.



