Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
    by gujaratbhaskar
    November 16, 2026
  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
    by gujaratbhaskar
    November 5, 2026
  • વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
    by gujaratbhaskar
    November 1, 2026
  • પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
    by gujaratbhaskar
    October 29, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

અંબાજી ખાતે મા અંબાના સાનિધ્યમાં એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન યોજાયું

By gujaratbhaskar

૨૯ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સાથે એસ.ટી. સ્માર્ટ કાર્ડ અને ૨૮ શિક્ષકોને વિશિષ્ટ પારિતોષિક એનાયત

અંબાજી ખાતે મા અંબાના પવિત્ર સાનિધ્યમાં તાજેતરમાં ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના યજમાન પદે યોજાયેલા આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં એવોર્ડી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભના અધ્યક્ષ સ્થાનેથી પાલનપુરના યુવા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે લાગણીસભર ઉદ્દગારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા સિવાય મારો આખો પરિવાર શિક્ષણ જગત સાથે જોડાયેલો છે. મા અંબાના ધામમાં યોજાયેલા આ પ્રસંગે હું વિદ્યાદાતા ગુરુજનોનાં દર્શન કરી ધન્યતા અનુભવું છું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોશીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, જે વિદ્યાર્થીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે તે જ સાચો અને શ્રેષ્ઠ શિક્ષક છે, અને એવોર્ડી શિક્ષકોએ સમાજમાં પોતાની આ શ્રેષ્ઠતા સતત જાળવી રાખવી પડશે. આ પ્રસંગે શ્રીરામ વિદ્યાલય પાલનપુરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામચંદભાઈ એસ. ગોવિંદા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરિમામય સમારંભમાં વર્ષ 2025ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ૨૯ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમને ગુજરાત રાજ્ય પરિવહન (S.T.) નિગમની બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટેના સ્માર્ટ કાર્ડ એનાયત કરાયા હતા. આ ઉપરાંત, ફેડરેશનની પરંપરા મુજબ ક્રિડા સાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાન સાધના અને સમાજ રત્ન જેવા વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને અર્પણ કરવામાં આવ્યા હતા.

અધિવેશન પૂર્વે યોજાયેલી કારોબારી અને સાધારણ સભામાં એવોર્ડી શિક્ષકોની મોટી હાજરી વચ્ચે આગામી સમયમાં ફેડરેશનનું ‘ઈ-મેગેઝીન’ શરૂ કરવા, નવી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ બંધારણની પુનઃરચના કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ પ્રસંગે અંબાજી ટેમ્પલ કમિટીના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી મનુભાઈ ચોકસી તથા ટાટા મોટર્સના શ્રી કનુભાઈ અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદેથી સંબોધન કરતા શ્રી કૌશિક મોદીએ પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીના સંસ્મરણો તાજા કર્યા હતા.

કાર્યક્રમના સફળ આયોજનમાં માતૃશ્રી એસ.એસ. ગોવિંદા ફાઉન્ડેશન (પાલનપુર), નવનીત એજ્યુકેશન લિમિટેડ (અમદાવાદ), શ્રી શિવશંકર ચુનીલાલ જોશી ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ-હડાદ), ટાટા મોટર્સ (પાલનપુર) અને શ્રી નિલેશભાઈ બુંબડિયા (અંબાજી)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલે ફેડરેશનની રૂપરેખા આપી હતી, પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને શ્રી ઉમેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. આ મહાસંમેલનને સફળ બનાવવા બનાસકાંઠાના એવોર્ડી શિક્ષકો શ્રી વીરચંદભાઈ પંચાલ, શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, શ્રી કનુભાઈ આચાર્ય, શ્રી ઉમેશભાઈ પટેલ અને શ્રી ચંદુભાઈ મોદી સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Views: 53

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

સુરત શહેર હોમગાર્ડઝ દળના સી ઝોન દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

Next

વોર્ડ નંબર 7 માં રીપીટ થીયરી ના ગણિત સામે વિપક્ષની અગ્નિપરીક્ષા

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
    by gujaratbhaskar
    November 16, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 2 3 8 3
Users Today : 1
Users Last 7 days : 37
Users This Month : 303
Users This Year : 2382
Total Users : 2383
Views Today : 1
Views This Year : 4262
Total views : 4263
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web