Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • પહેલીવાર ભાજપ ઝુકી GEN Z સામે
    by gujaratbhaskar
    July 25, 2026
  • ગાંધીનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાએ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો
    by gujaratbhaskar
    July 19, 2026
  • RAR ફાઉન્ડેશનના સ્થાપના દિને ગાંધીનગરમાં ‘હરિયાળી ઉજવણી’: કડી સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું
    by gujaratbhaskar
    July 18, 2026
  • વાવોલમાં આરોગ્યલક્ષી બેવડો ઉત્સવ:
    by gujaratbhaskar
    July 18, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગાંધીનગરના ‘સિંઘમ’ PI વિશાલ શાહનો સપાટો

By gujaratbhaskar
2 Min Read

ઈન્ફોસિટી પી.આઈએ લુખ્ખાતત્વોને ગણતરીના કલાકોમાં ભણાવ્યો કાયદાનો પાઠ

ગુજરાતના પાટનગર માં આવેલ કુડાસણ ખાતે વેપારીઓ નાગરિકો અને મહિલાઓની નજર સામે ભયનું વાતાવરણ પેદા કરી આતંક મચાવનાર લુખ્ખા તત્વો ઉપર ઇન્ફોસિટી પીઆઇ વિશાલ શાહ કાળ બનીને ત્રાટક્યા

ગાંધીનગર,

ઘટનાની ગંભીરતા અને ગુનાની પૃષ્ઠભૂમિઆ ચકચારી વિવાદની શરૂઆત એપ્રિલ ૨૦૨૫માં થઈ હતી, જ્યારે ફરિયાદી ઉત્સવ પટેલના પિતાને સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાના બહાને ₹૧૫ લાખ પડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન જેવું પ્રતિષ્ઠિત સરકારી પદ અપાવવાની લાલચ આપી જાન્યુઆરી ૨૦૨૬માં વધુ ₹૫૦ લાખ પડાવી લેવાયા હતા. આમ, ટુકડે-ટુકડે કરીને કુલ ₹૧ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ ઠગ ટોળકીએ ઓળવી લીધી હતી.જ્યારે ફરિયાદી ઉત્સવ પટેલે પોતાના હકના નાણાં પાછા માંગવાનું શરૂ કર્યું, ત્યારે મુખ્ય સૂત્રધાર મહેન્દ્રસિંહે પૈસા આપવાને બદલે ગુનાહિત રસ્તો અપનાવ્યો. કુડાસણ વિસ્તારમાં આવેલા એક ફિટનેસ જીમની બહાર, નાગરિકો અને વ્યાપારીઓની નજર સામે જ આ ટોળકીએ કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી ભારે આતંક મચાવ્યો હતો. પૈસા પાછા માંગવા બદલ ફરિયાદી અને તેના મિત્ર પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેવાયા હતા. આ જીવલેણ હુમલામાં એક યુવક હાલ હોસ્પિટલના ICUમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પી.આઈ. વિશાલ શાહનો ‘કાળ’ બનીને ત્રાટકતો સપાટોજાહેર રસ્તા પર છરીબાજી કરીને ભયનું વાતાવરણ પેદા કરનારા આ અસામાજિક તત્વો સામે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ. શાહ (વિશાલ શાહ) એક નિડર અને સિંઘમ અધિકારી તરીકે મેદાને આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને દબોચી લેવા ચક્ર ગતિમાન કર્યા હતા.કોઈપણ રાજકીય કે સામાજિક દબાણમાં આવ્યા વગર, તદ્દન નિષ્પક્ષ રીતે કામગીરી કરીને પી.આઈ. શાહે ગુનામાં સંડોવાયેલા તમામ ૧૧ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પકડાયેલા આરોપીઓની યાદી: મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડ (સેક્ટર-૨), સાહીલ બાબુભાઈ મન્સુરી (પેથાપુર), હેમંત ઉર્ફે લાલાભાઈ ચૌહાણ (બહેરામપુરા), ૨રામચંદ્રસિંહ ગોવિંદસિંહ રાઠોડ, સમીર ઈસ્માઈલભાઈ મન્સુરી (પેથાપુર), સુનીલ રણછોડભાઈ ચૌહાણ (બહેરામપુરા), પ્રકાશસિંહ ખેમચંદ રાઠોડ, રીશી કનુભાઈ વાઘેલા (જમાલપુર), પ્રદિપ દિલીપભાઈ ચૌહાણ (જમાલપુર), શાહબાઝ અકબરભાઈ અજમેરી (જમાલપુર), હિતેશ સંજયભાઈ દંતાણી (જમાલપુર),

પ્રજામાં અનેરો આનંદ અને અસામાજિક તત્વોમાં ફફડાટપી.આઈ. વિશાલ શાહની આ નબળા નમૂનાઓ સામેની કડક કાર્યવાહીથી કુડાસણ અને સમગ્ર ગાંધીનગરની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોમાં પોલીસ પ્રશાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

અહેવાલની વિશેષ નોંધ:”જે લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકો અને મહિલાઓની નજર સામે છરીઓ ઉલાળીને આતંક મચાવતા હતા, તેમને પી.આઈ. વી.એ. શાહે કાયદાનું ભાન કરાવી દીધું છે. સિંઘમ સ્ટાઈલથી થયેલી આ ૧૧ ધરપકડોએ સાબિત કર્યું છે કે ગાંધીનગરમાં કાયદો હાથમાં લેનારનું સ્થાન માત્ર જેલના સળિયા પાછળ જ છે.”

૧.૧૦ કરોડની ઠગાઈ અને ત્યારબાદ થયેલા જીવલેણ હુમલાના આ ગંભીર પ્રકરણમાં ઇન્ફોસિટી પી.આઈ. વિશાલ શાહ એક નિડર, કાર્યક્ષમ અને કડક અધિકારી તરીકે ઉભરી આવ્યા છે. તેમની આ સરાહનીય અને પ્રશંસનીય કામગીરીને ગાંધીનગરની જનતા મુક્ત કંઠે બિરદાવી રહી છે અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભારે ભય વ્યાપી ગયો છે.

Post Views: 9

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!

Next

ઝાયડસ હોસ્પિટલ દ્વારા ‘હૃદય અને શ્વાસ મંચ’નું સફળ આયોજન

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • પહેલીવાર ભાજપ ઝુકી GEN Z સામે
    by gujaratbhaskar
    July 25, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 0 7 6 4
Users Today : 1
Users Last 7 days : 22
Users This Month : 149
Users This Year : 763
Total Users : 764
Views Today : 3
Views This Year : 1809
Total views : 1810
Who's Online : 1
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web