Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    by gujaratbhaskar
    June 14, 2026
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    by gujaratbhaskar
    June 14, 2026
  • ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત
    by gujaratbhaskar
    June 14, 2026
  • ગાંધીનગર કોર્પોરેશન કબ્જે કરવા ‘ચોથો મોરચો’ મેદાને
    by gujaratbhaskar
    June 14, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

BusinessGujarat

પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર FDCA તંત્ર ત્રાટક્યું

By gujaratbhaskar
June 12, 2026 2 Min Read
0

યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ પર મોટો પ્રહાર; આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશથી ૭૨ દુકાનો સીલ- ૧૩૧ને શો-કોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર -FDCA દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે, આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ ૨૦૮ પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા ૧૩૧ પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે ગંભીર નિયમભંગ બદલ ૭૨ પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું છે. દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા ૫૫ સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.

પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલઆંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૩૧ પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ફાર્મસી ક્ષેત્રે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ગાંધીનગરથી ડીજીપી જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજી

Next

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    by gujaratbhaskar
    June 14, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    કાગળ પર પર્યાવરણપ્રેમ, ગ્રાઉન્ડ પર વિનાશ !!! ગુજરાતમાં જંગલ જમીનનું… Read more: વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…

Our Visitor

000441
Users Today : 32
Users Last 7 days : 440
Users Last 30 days : 440
Users This Month : 440
Users This Year : 440
Total Users : 441
Views This Year : 1040
Total views : 1041
Who's Online : 1
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web