Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    by gujaratbhaskar
    June 17, 2026
  • કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
    by gujaratbhaskar
    June 17, 2026
  • દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
    by gujaratbhaskar
    June 17, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગાંધીનગરથી ડીજીપી જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજી

By gujaratbhaskar
June 12, 2026 3 Min Read
0

ડીજીપી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ

*રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ**ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર મિશન બેટર પોલિસિંગ: શ્રી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ. ડીજીપીશ્રીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી; પબ્લિક-પ્રાઇવેટ CCTV ઇન્ટિગ્રેશન અને લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા સૂચનાઓ આપી’મિશન બેટર પોલિસિંગ’ અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની પ્રગતિની સમીક્ષા: પોલીસ કામગીરીને વધુ કાર્યક્ષમ અને લોકાભિમુખ બનાવવા આદેશ ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના એક મોટા પ્રયાસરૂપે, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા.આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ આઇ.જી.શ્રીઓ, જિલ્લા પોલીસ વડાશ્રીઓ (SP) તેમજ તમામ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. બેઠકમાં કાયદો-વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોનું નિવારણ, પોલીસ ફોર્સની ફિટનેસ અને ‘મિશન બેટર પોલિસિંગ’ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ કોન્ફરન્સમાં મહત્વનો એક મુદ્દો લોકભાગીદારી દ્વારા રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને સુદ્રઢ કરવાનો હતો. શ્રી જી. એસ. મલિકે ખાનગી ધોરણે લાગેલા CCTV કેમેરાને પોલીસ મોનિટરિંગ સિસ્ટમ સાથે લિંક કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યના પોલીસ વડાશ્રીએ અધિકારીઓને ‘પ્રોએક્ટિવ પોલિસિંગ’ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાની ફરિયાદોનું ઝડપી, પારદર્શી અને સંતોષકારક નિવારણ લાવવા માટે ‘Public Grievance Redressal System’ ને વધુ મજબૂત કરવા તાકીદ કરી હતી.ગુનાખોરી અટકાવવા (Prevention), ગુનાઓનો ભેદ ઉકેલવા (Detection) અને વૈજ્ઞાનિક તેમજ સમયબદ્ધ તપાસ (Investigation) કરવા માટે ડીજીપીશ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, પોલીસ દળ શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે તે માટે કર્મચારીઓના હેલ્થ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવા એકમોના વડાઓને જણાવાયું હતું.પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત (Citizen-centric) બનાવવા માટે “મિશન બેટર પોલિસિંગ” અંતર્ગત ગઠિત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી, અને સુધારાઓનો અસરકારક અમલ કરવા દિશા-નિર્દેશો અપાયા હતા.બેઠકના અંતે, ડીજીપી શ્રી જી. એસ. મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, સમયમર્યાદામાં તમામ નિર્ણયોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા હતા….*બે કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં અન્ય મહત્વના મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા*બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મેરેથોન વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા કાયદો-વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ કરવા અન્ય પ્રસ્તુત મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે ‘GP-SMASH’ પ્રોજેક્ટને વધુ મજબૂત કરવા તેમજ PG પોર્ટલ પર આવતી અરજીઓનો ઝડપી નિકાલ કરવા તાકીદ કરાઈ હતી. તે ઉપરાંત પોલીસ દળમાં શિસ્ત (Discipline) જળવાઈ રહે અને કર્મચારીઓ તણાવમુક્ત રહી શકે તે માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને પોલીસ કર્મચારીઓની ફિટનેસ પર વિશેષ ભાર મુકાયો હતો. આ ઉપરાંત, દરેક પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા, SRP પોઈન્ટ્સનું નિયમિત ચેકિંગ કરવા, ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરાના ફરજિયાત ઉપયોગ અને સમન્સ-વોરંટની બજવણી ઓનલાઈન (Online) માધ્યમથી ઝડપી બનાવવા સૂચનાઓ અપાઈ હતી.પ્રજાની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાજખોરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચાલુ રાખવા, અસામાજિક તત્વો વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર દબાણો હટાવવા તેમજ એફઆઈઆર બારીક વિગતો સાથે ઝડપી નોંધવા અને આરોપીની ધરપકડ ત્વરિત કરવા સહિતના કોર પોલીસિંગના મુદ્દાઓ પર ભાર મૂકવા કડક આદેશો અપાયા હતા. વધુમાં, પોલીસ કર્મચારીઓના કલ્યાણ અર્થે રહેણાંક પોલીસ ક્વાર્ટર્સ મંજૂર કરવાની પ્રક્રિયાને પણ વેગ આપવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી…..

Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ભાજપની રાજકોટ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળા બેઠક યોજાઈ

Next

પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર FDCA તંત્ર ત્રાટક્યું

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

Our Visitor

000529
Users Today : 4
Users Last 7 days : 490
Users Last 30 days : 528
Users This Month : 528
Users This Year : 528
Total Users : 529
Views This Year : 1275
Total views : 1276
Who's Online : 1
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web