મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગરના કુડાસણમાં ભાજપના ચૂંટણી પ્રચારનો ધમધમાટ

ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૯ (કુડાસણ)માં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે. કુડાસણમાં યોજાયેલા ઝંઝાવાતી જનસંપર્ક અભિયાનમાં રાજ્યના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.
ઉમેદવારોનો લોકસંપર્ક અને પ્રચાર યાત્રા
જનસંપર્ક યાત્રાનું પ્રસ્થાન કુડાસણ સ્થિત ફ્ઝ્ર સેન્ટર ખાતેથી સાંજે ૪:૦૦ કલાકે થયું હતું. આ રાઉન્ડમાં વોર્ડ નં. ૯ ની ભાજપ પેનલના ચારેય ઉમેદવારો—શ્રી જયંતિભાઈ ડાભી, શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ), શ્રી વૈદેહીબેન રાવલ તથા શ્રી શારદાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા ફ્ઝ્ર સેન્ટરથી શરૂ થઈને વંદન બંગલોઝ, સ્પાન એલિગન, સાર્થક સંકલ્પ, રાજધાની સોસાયટી (વિભાગ ૧, ૨ અને ૩), નિરાંત બંગલોઝ, શ્યામ બંગલોઝ, પ્રથમ રેસીડેન્સી, પ્રથમ બંગલોઝ, સ્પર્શ ૩૨ અને સ્વરા બંગલોઝમાં ફરીને પ્રમુખ હોમ ખાતે સંપન્ન થઈ હતી. ઉમેદવારોએ વિસ્તારના વિકાસ કાર્યોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કમળના નિશાન પર મતદાન કરવા અપીલ કરી હતી.

દિગ્ગજ નેતાઓ અને ૨૦૦થી વધુ કાર્યકરો જાેડાયા પ્રચારના બીજા દિવસે જનસંપર્ક અભિયાન વધુ વેગવંતુ બન્યું હતું. જેમાં મહિલા મોરચા સહિત વિવિધ મોરચાના અંદાજે ૨૦૦ જેટલા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઝુંબેશમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે અનેક આગેવાનો જાેડાયા હતા, જેમાં મુખ્યત્વે: માજી ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મકવાણા, ગાંધીનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ આત્મારામ પટેલ, કાર્યાલય ઈન્ચાર્જ શ્રી સુરેશભાઈ પ્રભુદાસ પટેલ, જિલ્લાના પૂર્વ સંયોજક શ્રી સંજયભાઈ ગોપાળભાઈ પટેલ, માણસા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ શ્રી નિરૂપાબેન પટેલ, મંત્રીશ્રીઓની ચૂંટણી કાર્યાલય પર વિશેષ મુલાકાત, ચૂંટણીના આ સઘન માહોલ વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત ભાજપાના અગ્રણી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શનથી સ્થાનિક કાર્યકરોમાં નવો જાેશ અને ઉત્સાહનો સંચાર થયો હતો.
મતદાન અંગે જાગૃતિ
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની આ ચૂંટણી માટે આગામી રવિવાર, ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. પ્રચાર દરમિયાન કાર્યકરોએ નાગરિકોને મતદાન પ્રક્રિયા સમજાવતા અપીલ કરી હતી કે, દરેક મતદારે પેનલના ચારેય ઉમેદવારોને મત આપ્યા બાદ વોટની અંતિમ નોંધણી માટે ઈવીએમ (ઈફસ્) પર પીળું બટન અવશ્ય દબાવવું.



