કસ્તુરબા બાલિકા વિધાલય, નડીયાદ જિ.ખેડામાં કન્યા સશક્તિ કરણ નો અનોખો પ્રયોગ

વોર્ડન પારૂલબેન ગઢવી અને સહાયક, કોકિલાબેન ના પ્રયાસ થી આજ રોજ સવારની પ્રાર્થના સભામાં કરવામાં આવેલ. જે માં તલગાજરડા ના ચિત્રકૂટ અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી જીતેન્દ્ર વાજા દ્વારા “ભાર વિનાનું ભણતર” અંતર્ગત જાદુઈ પ્રયોગો અને કઠપૂતળી ના માધ્યમથી પોતે બનાવેલ, શૈક્ષણિક સહઅભ્યાસિક સાહિત્ય દ્વારા,વિવિધ પ્રાણીઓ, પક્ષીઓનો પરિચય કરાવેલ તેમજ વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા જાગૃતિ, નાણાંનું મૂલ્ય, વિવિધ સાપની માહિતી બાળકો સામે કઠપૂતળી અને અભિનય કલાથી રસ પૂર્વક રજૂ કરી. શારીરિક અને માનસિક પ્રવૃતિઓ દ્વારા, કન્યાઓમાં નવી ઉર્જા શક્તિ નો સંચય કર્યો.કન્યાઓ એ ખૂબ પ્રફુલિત થઈ આ આખા કાર્યક્રમ માં ઉત્સાહ થી સામેલ થઈ .આનંદદાયક હાસ્ય, જનરલ નોલેજ તેમજ વિવિધ શૈક્ષણિક સાહિત્ય દ્વારા કન્યાઓના સર્વાંગી વિકાસ અર્થે , તેઓ એ પોતાની આગવી કલા અને સૂઝબૂઝ થી કન્યાઓને ખૂબ જ સરળ, આનંદદાયક અને રસપ્રદ રીતે શિક્ષણ આપ્યું. તેમની આગવી શિક્ષણ પદ્ધતિ અને પ્રસ્તુતિથી કન્યાઓને ખૂબ જાણવા અને માણવા મળ્યું. ઉત્સાહ, જિજ્ઞાસા અને શીખવાની ભાવના વધુ પ્રબળ બની. શિક્ષણને માત્ર પુસ્તક પૂરતું મર્યાદિત ન રાખી, રમત, મનોરંજન અને પ્રવૃત્તિ દ્વારા કન્યાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી રહ્યો. કન્યાઓ ના ચહેરા પરનો આનંદ અને તેમની સક્રિય ભાગીદારી, આ કાર્યક્રમ દ્વારા કન્યાઓને આનંદ સાથે શિક્ષણ આપ્યું અને બહેનો ને પણ નવીન શિક્ષણ પદ્ધતિઓ માટે પ્રેરણા આપી. આ કાર્યક્રમ માં કસ્તુરબા બાલિકા ની 250 જેટલી કન્યાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.



