Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    by gujaratbhaskar
    June 17, 2026
  • કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
    by gujaratbhaskar
    June 17, 2026
  • દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
    by gujaratbhaskar
    June 17, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત

By gujaratbhaskar
June 14, 2026 3 Min Read
0

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા આગામી ચૂંટણીને લઈ રણશિંગુ ફૂંક્યું

ગાંધીનગર:

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના નેતૃત્વ હેઠળ આજે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગુજરાતના પાટનગરમાંં આવેલ સેક્ટર-7ના ભારતમાતા મંદિરથી શરૃઆત કરી. જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા ગુજરાત સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી ગાંધીનગર મહાનગરપાલિકા તથા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે પક્ષની રણનીતિ અને એજન્ડા સ્પષ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. કલ્યાણસિંહ ચંપાવતની નિમણૂક

આ પત્રકાર પરિષદમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પટેલે ડૉ. કલ્યાણસિંહ ચંપાવતને ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આગામી ચૂંટણીઓ લડવાની જાહેરાત

પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે:

આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી ગાંધીનગર  મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ પૂર્ણ જોશથી ભાગ લેશે.

આગામી ડિસેમ્બર ૨૦૨૭ માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના મુખ્ય ધ્યેયો અને સંકલ્પો

ભ્રષ્ટાચાર મુક્ત શાસન : દેશ અને રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવો.

લાયકાતયુક્ત પ્રશાસન (આરક્ષણનો અંત) : દેશમાંથી જ્ઞાતિવાદ ખતમ કરવા માટે આરક્ષણ (Reservation) નો સંપૂર્ણપણે અંત લાવી માત્ર મેરિટના આધારે પ્રશાસન ચલાવવું.

મફત શિક્ષણ અને આરોગ્ય : દરેક બાળકને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી 100% મફત શિક્ષણ અને તમામ નાગરિકો માટે 100% મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો : ગૌમાતાને રાજ્ય કક્ષાએ ‘રાજ્યમાતા’ અને કેન્દ્ર કક્ષાએ સત્તા પર આવતા જ ‘રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર કરવી.

કિસાન અને યુવા લક્ષી બજેટ : પક્ષના શાસનમાં સૌથી પહેલું અને મુખ્ય બજેટ ખેડૂતો અને યુવાનોના કલ્યાણ માટે ફાળવવામાં આવશે.

ઉમેદવારોની પસંદગીના માપદંડ

પક્ષના અધ્યક્ષે જણાવ્યું હતું કે આગામી સમયમાં પક્ષ તરફથી માત્ર એવા જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે જેઓ :

• શિક્ષિત અને યુવાન હોય.

• બિન-ભ્રષ્ટાચારી અને પ્રમાણિક હોય.

• બિન-સાંપ્રદાયિક, બિન-જ્ઞાતિવાદી અને ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા (બિન-અપરાધી) હોય.

પક્ષે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશને મોગલો કે અંગ્રેજોએ જેટલો નથી લૂંટ્યો, તેનાથી વધારે ભ્રષ્ટ રાજકારણીઓએ લૂંટ્યો છે, જેમાંથી દેશને મુક્તિ અપાવવા માટે શિક્ષિત યુવાનોને આગળ લાવવા એ જ પક્ષનો મુખ્ય હેતુ છે.

પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રવાદી પક્ષમાં જ્ઞાતિવાદ આધારિત કોઈ સેલ કે વ્યવસ્થા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવા સેલ ઊભા કરવામાં નહીં આવે તેની અમે ખાતરી આપીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતીય સમાજને એકજૂથ રાખવાનો છે. આપણી એક જ જ્ઞાતિ છે- ‘ભારતીય’ અને આપણો એક જ ધર્મ છે- ‘માનવતાનો ધર્મ’.”

તેમણે ગૌમાતા પ્રત્યેની પક્ષની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, “ગૌમાતા એ આપણી રાષ્ટ્રમાતા અને રાજ્યમાતા હોવી જોઈએ. રાષ્ટ્રવાદી પક્ષ જ્યારે પણ સત્તા પર આવશે, ત્યારે ગૌમાતાને કાયદેસર રીતે ‘રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર કરવા માટે સંપૂર્ણ પ્રયાસો કરશે.”

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. કલ્યાણસિંહ ચંપાવતએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ ગુજરાતમાં સંગઠન મજબૂત કરીને ૫,૦૦૦થી વધુ સક્રિય કાર્યકર્તાઓને જોડી ચૂક્યો છે. પક્ષનો મુખ્ય ધ્યેય જ્ઞાતિવાદ, ભાષાવાદ, કે પ્રદેશવાદથી મુક્ત થઈને માત્ર અને માત્ર “રાષ્ટ્રપ્રથમ” અને “ભારત માતા”ની સેવા કરવાનો છે.

મહત્ત્વના નિર્ણયો અને ચૂંટણી એજન્ડા :

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ તમામ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. જેમાં સમાનતાના ધોરણે ૨૨ મહિલા અને ૨૨ પુરુષ ઉમેદવારોને તક આપવામાં આવશે.

શિક્ષિત અને નિષ્ણાત ઉમેદવારો : પક્ષ દ્વારા પસંદ કરાયેલા તમામ ૪૪ ઉમેદવારો બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા, ન્યૂનતમ સ્નાતક (ગ્રેજ્યુએટ) કક્ષાનું શિક્ષણ મેળવેલા, પોતાના ક્ષેત્રના નિષ્ણાતો અને સાચા અર્થમાં સમાજસેવકો હશે. જેથી વહીવટમાં ભ્રષ્ટાચારને નહિવત્ કરી શકાય.

લોકશાહીનું નવું મોડેલ : પક્ષે દાવો કર્યો છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ હાઈકમાન્ડ કે વશિષ્ઠાવાદના આધારે નહીં, પરંતુ પ્રજાની પસંદગીને આધારે કરવામાં આવશે.

પ્રજાની ફરિયાદોનું નિવારણ : ચૂંટણી પહેલાં જ પક્ષ દ્વારા દૈનિક ધોરણે પ્રજાની ૫ થી ૨૫ જેટલી લેખિત ફરિયાદો મહાનગરપાલિકા, સચિવાલય તેમજ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓ સુધી પહોંચાડીને તેના નિકાલ માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે.

વિકાસ બજેટમાં વધારો : ગાંધીનગર મહાનગરપાલિકાનું હાલનું ૧,૯૦૩ કરોડનું બજેટ વધારીને ભવિષ્યમાં પ્રજા પર કોઈ નવો કર લાદ્યા વિના ૪,૦૦૦ કરોડ સુધી લઈ જવાનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.

વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ની તૈયારી : પક્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી ૫ થી ૧૦ શ્રેષ્ઠ સમાજસેવકો અને પ્રભાવશાળી વ્યક્તિત્વોની પસંદગી કરીને પ્રજા સમક્ષ વિકલ્પ તરીકે મૂકવામાં આવશે. આગામી ૩ થી ૬ મહિનામાં પક્ષ દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને ૨૬૫ તાલુકાઓનો પ્રવાસ ખેડીને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ગાંધીનગર કોર્પોરેશન કબ્જે કરવા ‘ચોથો મોરચો’ મેદાને

Next

સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

Our Visitor

000520
Users Today : 9
Users Last 7 days : 519
Users Last 30 days : 519
Users This Month : 519
Users This Year : 519
Total Users : 520
Views This Year : 1192
Total views : 1193
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web